Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

ગુજરાત  સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28મી ઓક્ટોબરે ઠરાવ કરવામાં આવ્યો હતો કે ભારત સરકારની એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024- 25 થી ખાનગી ટેકનિકલ ઊંચ શિક્ષણની કોલેજોમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો કેન્દ્રિયકૃત પ્રવેશ સમિતિ મારફતે સરકારી કોટામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ બાદ જો સરકારી કોટામાં કોઈ બેઠકો ખાલી રહેતી હોય તો આવી સીટો મેનેજમેન્ટ ક્વોટામાં ટ્રાન્સફર થાય તે મેનેજમેન્ટ કોટા સહિતની આ તમામ સીટો પણ મેનેજમેન્ટ કોટા તરીકે આ હેતુ માટે ગણતરીમાં લેવાશે સરકારના ઠરાવ બાદ સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસોસિએશનથી માંડી ડિગ્રીની…

Read More

તુર્કીમાં ભેગા થયા વિશ્વના 57 મુસ્લિમ દેશો ઇસ્તંબુલમાં મળેલી આ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની બે દિવસીય બેઠકમાં ૫૭ સભ્યોના મુસ્લિમ રાષ્ટ્ર OICના વિદેશ મંત્રી પરિષદ (CFM) એ પોતાના સંયુક્ત નિવેદનમાં એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (IWT) ચાલુ રાખવાની વાત કરી હતી. તો બીજી તરફ ભારતની લશ્કરી કાર્યવાહી અને કાશ્મીર નીતિ પર એકતરફી ટિપ્પણી પણ કરવામાં આવી હતી. OICએ તેના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાનના વલણને સંપૂર્ણ સમર્થન આપે છે અને ભારત મહત્તમ સંયમ રાખે તેવી અપેક્ષા રાખે છે. ભારત-પાકિસ્તાનની સિંધુ સંધિ તૂડવી ન જોઈએ આ બેઠક પછી જારી કરાયેલા ઔપચારિક નિવેદનમાં, OICએ…

Read More

ઈરાન-ઈઝરાયલના યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના સમાચારને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 91,550 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 24 કેરેટ સોનું 99,870 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, સોમવારની સરખામણીમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને તે 1,00,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયો હતો. MCX પર સોનાનો વાયદો ₹98,168 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે આ મહિનાની શરૂઆતમાં ₹1,00,000 ને સ્પર્શ્યા પછી ₹1.23 ટકા ઘટીને ₹98,168 પર ટ્રેડ થઈ રહ્યો છે.…

Read More

ભારતના દેશના વિવિધ ભાગોમાં આદિવાસી સમુદાયની મોટી વસ્તી રહે છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં આદિવાસી સમાજ સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ રાજ્યોના નામમાં ઝારખંડ અને છત્તીસગઢનો સમાવેશ ખાસ રીતે થાય છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશભરમાં આદિવાસી સમુદાયની કુલ વસ્તી ૧૦ કરોડ ૪૫ લાખથી વધુ હોવાની માહિતી સામે આવી હતી. ૧૦ કરોડ ૪૫ લાખ વસ્તીમાંથી દેશના કયા રાજ્યમાં સૌથી વધુ આદિવાસી સમાજ રહે છે તેના વિશે આજના આ લેખમાં જાણીએ. કયા રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધુ છે? આદિવાસી સમુદાય ભારતના લગભગ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહે છે. જેમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતું…

Read More

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ૧૧મો દિવસ છે. ઇઝરાયલના ઇરાન પરના હુમલા વચ્ચે આ યુદ્ધમાં હવે અમેરિકાએ એન્ટ્રી કરી લીધી છે. અમેરિકાએ ઇરાનના પરમાણુ મથકોને નષ્ટ કરવા માટે મોટો હુમલો કર્યો હતો. આ દરમિયાન ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું કે ઇઝરાયલ ઇરાનમાં તેના લક્ષ્યો પ્રાપ્ત કરવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. કારણ કે તેમણે ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ અને પરમાણુ સુવિધાઓ બંનેને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું છે. ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ વચન આપ્યું હતું કે, તેઓ ઇઝરાયલને ઇસ્લામિક રિપબ્લિક સાથે “યુદ્ધમાં મજબૂર” થવા દેશે નહીં. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આનો અર્થ એ નથી કે તેઓ…

Read More

પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. ખાસ કરીને કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામાં કોંગ્રેસનો ખરાબ દેખાવા બાદ કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધાની ચર્ચા સામે આવી રહી છે. શક્તિસિંહએ કહ્યું, છેલ્લાં ૩૦ વર્ષથી ગુજરાતમાં સત્તા ન હોવા છતાં અમારા કાર્યકરો મક્કમથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ યોગ્ય પરિણામો ન આવ્યાની જવાબદારી પણ શક્તિસિંહ ગોહિલે જણાવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલ્યું રાજીનામું:- શક્તિસિંહએ તેમનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું હોવાનું પણ જણાવ્યું હતું. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર કાર્યકારી તરીકે જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન…

Read More

સોમવારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢની વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે. આ બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્રના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે તેવા સંકેત મળી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા 20મા રાઉન્ડના અંતે 16,594 મતથી આગળ નીકળી ગયા હતા. જેથી વિસાવદર બેઠક ગોપાલ ઈટાલિયાની જીત પાક્કી ગણાય છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારના વિસાવદર બેઠક પર સપડા સાફ થઈ ગયા હતા. વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ પોતાની હાર સ્વીકારી લીધી હતી. જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની વિસાવદર બેઠક પર કારમી હાર થઈ છે. વિસાવદર બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવાર…

Read More

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ 40 જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરીને સંગઠનને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસે તેના સંગઠનને મજબૂત બનાવવા માટે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય લીધો છે. જેના માટે ‘સંગઠન નિર્માણ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ 40 જિલ્લા અને શહેર એકમોના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી જેની યાદી રવિવારે જાહેર કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારી ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી, કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી માટે પક્ષ તૈયાર થઈ રહ્યો છે. પ્રમુખોની જવાબદારી નક્કી કરવી આ દિશામાં એક મોટું પગલું છે. આ અભિયાન હેઠળ, થોડા મહિનામાં અન્ય…

Read More

દારૂનું સેવન પહેલાથી જ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ જો તે ખરાબ ગ્લાસમાં દારૂ પીવો છો તો તે તમારા માટે વધારે જોખમી બને શકે છે. ઘણીવાર કેટલાક લોકો પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો ઘરે સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બેમાંથી કયો વિકલ્પ સ્વાસ્થ્ય માટે સલામત છે? જો નહીં તો ચાલો આજે વિગતવાર જાણીએ. પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવાનું જોખમો લોકો પ્લાસ્ટિકને હલકું અને નિકાલજોગ ગણીને પસંદ કરે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. ખાસ કરીને સસ્તા અને નબળી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના ગ્લાસમાં…

Read More

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો સતત એકબીજા પર મિસાઇલોથી હુમલો કરી રહ્યા છે. આ મિસાઇલ હુમલાઓ વચ્ચે, સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે. શુક્રવારે, MCX (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ) પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું 99,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું, જે પાછલા દિવસ કરતા ઓછું છે. દિવસના કારોબાર દરમિયાન, તેનો ભાવ ઘટીને 98,431 રૂપિયા થઈ ગયો અને મહત્તમ 99,198 પર પહોંચી ગયો. એકંદરે, આ અઠવાડિયે સોનાના ભાવમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તે જ સમયે, ચાંદીએ થોડો સારો દેખાવ કર્યો અને 51 રૂપિયાના વધારા સાથે 1,06,275 રૂપિયા પ્રતિ…

Read More