Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ઇન્ટરનેટનો ઉપયોગ માણસના જીવનનો એક ભાગ બની ગયો છે. સોશિયલ મીડિયા, વિડીયો કોલ, ઓનલાઈન શોપિંગ, યુટ્યુબ, ઓફિસનું કામ, બધું જ ઇન્ટરનેટ પર ચાલે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઇન્ટરનેટ ક્યાંથી આવે છે? ઘણીવાર લોકો વિચારે છે કે ઇન્ટરનેટ આકાશમાંથી એટલે કે ઉપગ્રહો કે મોબાઇલ ટાવર્સમાંથી આવે છે. પરંતુ વિશ્વના 99 ટકા ઇન્ટરનેટ સમુદ્રની નીચે બિછાવેલા કેબલ દ્વારા આવે છે. આ ઇન્ટરનેટ ઉપરથી નહીં પણ નીચેથી એટલે કે સમુદ્રની અંદરથી આવે છે. વિશ્વના વિવિધ દેશોને ઇન્ટરનેટ સાથે જોડવાનો સૌથી મજબૂત અને વિશ્વસનીય રસ્તો સમુદ્રની નીચે બિછાવેલા ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે. આ કેબલ હજારો કિલોમીટર લાંબા છે અને…
IPLએ ફક્ત ક્રિકેટનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. કારણ કે IPL એક મોટો વ્યવસાય પણ છે. IPLમાં 10 ટીમો રમે છે અને આ ટીમોના માલિકો મોટા ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સ્ટાર્સ અને કંપનીઓ છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ માલિકો પૈસા કેવી રીતે કમાય છે? શું ફક્ત મેચ જીતીને પૈસા કમાય છે કે પછી કોઈ અન્ય સ્ત્રોત છે? જો એમ હોય તો, IPL ટીમો ઘણા સ્ત્રોતોમાંથી કમાણી કરે છે, તે કયા છે? ચાલો આ પ્રશ્નોના જવાબ આપીએ. IPL વિશે મીડિયા રાઇટ્સ મીડિયા રાઇટ્સ IPL ટીમો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. ટીવી અને ઓનલાઈન સ્ટ્રીમિંગ (જેમ કે Jio સિનેમા)ના અધિકારો સાથેના…
ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી સાત દિવસમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને આગામી 13 થી 16 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ગાજવીજ સાથે તેમજ 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ પવનની સાથે સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી છે. ક્યાં-ક્યાં પડશે વરસાદ ? રાજ્યાના ક્યા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ…
વ્યારાના પાનવાડીમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ઘટના પર નજર કરીએ તો, મૃતક જ્યોતિ ચૌધરી નામની મહિલા અને નવીન ચૌધરી વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધની ઘટના સામે આવતા સમાજ દ્વારા થોડા સમય પહેલા સમાધાન કરવામાં આવ્યું હતું. સમાધાન થયા બાદ જ્યોતિબેને નવીન ચૌધરીને પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. આ વાતની અદાવત રાખી નવીન ચૌધરીએ જ્યોતિબેન પર દાતરડાથી ઘાતકી હુમલો કરતા જ્યોતિ ચૌધરીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને અંજામ આપી નવીન ચૌધરી ફરાર થઈ ગયો હતો. જોકે, થોડા સમય બાદ આરોપી નવીન ચૌધરી પીપલવાડા ગામની સીમમાં આવેલી…
ઉકાઈમાં મહિલા મંડળ ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ્ ભાગવત કથાના પ્રથમ દિવસે ઉકાઈના શ્રી હરિ હરેશ્વર મહાદેવ મંદિરથી ઉકાઈ મહિલા મંડળ ગ્રુપ દ્વારા કળશ અને મંગળ પોથી યાત્રામાં ધામધૂમથી DJ સાથે ભગવાનના ગીતો અને રાસ ગરબામાં મોટી સંખ્યામાં મહિલા મંડળ ગ્રુપની મહિલાઓ ઉમટી પડી હતી. પવિત્ર પિતૃમાસમા ધાર્મિક શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યક્રમમાં કળશ યાત્રા અને મંગળ પોથી યાત્રાનો ઉન્મુખ સમાવેશ છે. આ શ્રીમદ્ ભગવત કથાની ગુરુવારથી શરૂઆત થઈ છે. આ શ્રીમદ્ ભાગવત કથા નવ દિવસ સુધી રાખવામાં આવી છે. આ પવિત્ર કથા દ્વારા પિતૃ પ્રસાદના મહાત્મ્ય સાથે સમાજમાં એકતા,…
ફરી એકવાર તાપી ક્રાઈમ બ્રાન્ચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડની સરાહાનીય કામગીરી સામે આવી છે. આ વખતે ક્રાઈમ બ્રાન્ચે જામનગર જીલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ અગાઉ નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો છે. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળને સંયુક્ત બાતમી મળતા આરોપીને ઉચ્છલના ત્રણ રસ્તા પાસે આવેલા 66 કે.વી જી.ઈ.બી ખાતેથી ઝડપી લીધો હતો. પકડાયેલો આરોપી વિક્રમસિંહ ઉર્ફે મોતી રણજીતસિંહ રાઠોડ સામે જામનગર જીલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 363,366 મુજબ ગુનો નોંધાયેલો હતો. પકડાયેલા શખ્સ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કમલ 35(1) મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી…
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૪ સપ્ટેમ્બરે બપોરે ૨ થી ૫ દરમિયાન તાપી જિલ્લાના ૨૩ કેન્દ્રોના ૨૬૦ વર્ગખંડોમાં રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે.જેમાં કુલ ૭૭૮૭ ઉમેદવારો પરીક્ષા આપશે. જેના આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન વિશેષરૂપે, દરેક પરીક્ષા કેન્દ્રોનું સતત લાઈવ મોનિટરિંગ કરવાનું આયોજન કરવામાં આવનાર છે, જેથી પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાઈ શકે તે અંગે બેઠકમાં વિગતે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં તમામ મંડળના પ્રતિનિધિઓ, કેન્દ્ર નિયામકો તથા વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓને પોતાની સોંપાયેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી આવશ્યક છે. તેમણે ખાસ સૂચના આપી હતી કે પરીક્ષા દરમ્યાન કોઈપણ…
તા.૦૮/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૦૯/ ૨૦૨૫ સુધીના પંદરમી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન સભાગૃહની કુલ-૦૩ બેઠકો મળી. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ- ૧૫ કલાક ૫૬ મિનિટ કામ કર્યુ. સત્ર દરમિયાન કુલ-૫૩ માનનીય સભ્યઓએ ચર્ચામાં ભાગ લીધો. સત્ર દરમિયાન કુલ-૦૭ સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવ્યા અને સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માનમાં સભાગૃહ મુલત્વી રાખવામાં આવ્યુ. વધુમાં, ગુજરાત વિધાનસભાની પ્રણાલી અનુસાર વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડીયમ ખાતે સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ કરવામાં આવેલ છે તથા ઉક્ત અનાવરણ વિધિમાં માન. મુખ્યમંત્રી, માન. અધ્યક્ષ, સ્વ વિજયભાઇ રૂપાણીના પરિવારજનો તેમજ માન. ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સત્ર દરમિયાન સભાગૃહમાં…
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદાના યુવા સરપંચ રીપીનભાઈ ગામીતે ડિજિટલ યુગમાં વિકાસની નવી રાહ ચીંધી છે. તેઓએ વિવિધ સરકારી યોજનાઓની માહિતીને લોકો સુધી પહોંચાડવા ઇન્સ્ટાગ્રામ રીલ્સનો અસરકારક રીતે ઉપયોગ કરી લોકોના જીવનમાં રીયલ બદલાવ લાવી રહ્યા છે. તેઓએ માત્ર ૭૦ જ દિવસમાં ૨૦ જેટલા ટૂંકા વિડીયો એટલે કે રીલ્સ અપલોડ કરી ૧૧.૫૦ લાખ લોકો સુધી પહોંચ્યા છે. માઈક કે મંચ કરતા ઇન્સ્ટાગ્રામ વધુ શક્તિશાળી :- રીપીન ગામીત રીપીનભાઈ કહે છે કે મારા માટે માઈક કે મંચ કરતા ઇન્સ્ટાગ્રામ વધુ શક્તિશાળી સાબિત થયું છે. સરપંચ બન્યા પછી લોકો વિવિધ યોજનાઓની માહિતી માટે સતત પૃચ્છા કરતાં, જેમાંથી માહિતી આપતા વિડીયો બનાવવાની પ્રેરણા…
મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા સોનગઢ નગરમાંથી દોઢ લાખથી વધારે કિંમતનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. સોનગઢ પોલીસ સ્ટેશનના માણસો સોનગઢ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ અનિલ રામચંદ્ર પાખરેને ખાનગી રીતે બાતમી મળતા તેમણે તેમની ટીમ સાથે સોનગઢ નગરમાંથી અંદાજે દોઢ લાખથી વધારે રૂપિયાનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં લિસ્ટેડ બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. સોનગઢ નગરની બાતમીવાળી જગ્યાએ પહોંચતા ઘરમાં વગર પાસ પરમીટે ગેરકાયદે રીતે પુઠ્ઠાના બોક્ષમાં તથા પ્લાસ્ટિકની કોથળીઓમાં અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા બિયરના ટીન આમ કુલ ૧,૧૭૬ જે કુલ ૨૫૦ લિટર ૦૮૦ મીલી હોવાનું માનવમાં આવે…
