Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

વધઈ રેન્જના વનકર્મી સનત બિરારીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૩૮ વર્ષીય સનત બિરારી છેલ્લા દસ વર્ષથી વઘઈ વિસ્તારમાં તૈનાત હતા. તેઓ અવૈધ લાકડાં કાપનારાઓ, શિકારીઓ અને જંગલના ગેરકાયદેસર વેપારીઓ સામે સખત કાર્યવાહી કરતા. તેમની નિષ્ઠા અને નિડરતાને કારણે તેઓ કેટલાક અપરાધીઓની આંખમાં કાંટો બની ગયા હતા. ગઈકાલે રાત્રે સનત રાઉન્ડમાં નીકળ્યા હતા ત્યારે જંગલના સિમ વિસ્તારમાં તેમના પર લાકડા માફિયાઓ દ્વારા અચાનક ઘેરી લઈ તેના પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. અંધારામાં છુપાયેલા ચાર-પાંચ લુખ્ખાઓએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો સનતે બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના શરીર પર…

Read More

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે એક મોટી જાહેરાત કરી છે, જેમાં યુઝર્સને કડક એકાઉન્ટ સેટિંગ્સ માટે એક નવો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ નવી સુવિધા હેકર્સ અને સાયબર ગુનેગારો સામે રક્ષણ આપવામાં મદદ કરશે. એક જ ક્લિકથી અનેક પ્રતિબંધો લાગુ કરી શકાય છે. આ અપડેટ iOS અને Android બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. વોટ્સએપનો કડક એકાઉન્ટ સેટિંગ્સ મોડ એ એક નવો વૈકલ્પિક સુરક્ષા મોડ છે જે યુઝર્સને વોટ્સએપને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આગામી વોટ્સએપ સુવિધાઓને ટ્રેક કરતી વેબસાઇટ WAbetainfo એ આ માહિતી શેર કરી છે. કડક એકાઉન્ટ સેટિંગ્સ મોડને સક્ષમ કરવાથી વોટ્સએપ પર અસંખ્ય પ્રતિબંધિત ગોપનીયતા નિયંત્રણો આપમેળે…

Read More

ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના ૧૫ નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે ૧૦ લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે. આ આયોજન અંતર્ગત પુરૂષ ઉમેદવારો માટે ૧૧ ગ્રાઉન્ડ પર તા. ૧૩ માર્ચ, ૨૦૨૬ સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે ૪ ગ્રાઉન્ડ પર ૬ માર્ચ, ૨૦૨૬ સુધી કસોટીઓ યોજાશે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે તેમ,…

Read More

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. અજિત પવાર 66 વર્ષના હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો અજિત પવાર અને તેમની સાથે અન્ય પાંચ લોકો પ્લેનમાં સવાર હતા.  બુધવારે સવારે 8:45 વાગ્યાની આસપાસ બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું. પ્રાથમિક અહેવાલ મુજબ, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. પ્લેનમાં અજિત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ સહિત 5 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર અજિત પવાર મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી ગયા હતા. ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું.…

Read More

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને રોકવા માટે “ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપતો નવો નિયમો 2026” લાગુ કર્યા છે. આ નિયમ 15 જાન્યુઆરી, 2026થી દેશભરની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અમલમાં આવ્યો છે. દેશમાં ઉચ્ચ જાતિના લોકો આ નિયમનો વિરોધ કરી રહ્યા છે. આ નિયમ ઉત્તર પ્રદેશની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, તેને શૈક્ષણિક રીતે મહત્વપૂર્ણ પગલા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. આ કાયદો યુવાનોના મોટા વર્ગને અસર કરશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યો છે. કેટલાક લોકોએ આ કાયદોનો કર્યો વિરોધ યતિ નરસિંહાનંદ ગિરીએ UGC કાયદાનો વિરોધ શરૂ કર્યો…

Read More

વલસાડના નાનાપોંઢા પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સના ગુનામાં છેલ્લાં ચાર મહિનાથી નાસતા-ફરતા આરોપીને તાપી SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. એસ.ઓ.જી શાખામાં ફરજ બજાવતા ASI અજય દાદાભાઈ પોલીસ કોસ્ટેબલ જયેશ બલીરામ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે અજય દાદાભાઈને ખાનગી રીતે બાતમી મળી હતી કે, વલસાડ જીલ્લાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8 (સી),15(બી),29 મુજબના કામનો વોન્ટેડ આરોપી પુખરાજ દયારામ રાજપુરોહિત નવાપુરથી પોતાની સફેદ કલરની ઈકો ગાડી જેનો નંબર GJ-26 AE-0575 લઈને નવાપુરથી નિકળી સોનગઢ નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ થઈ વ્યારા તરફ જનાર છે. તેવી ચોક્ક્સ માહિતી મળતા સોનગઢના નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.…

Read More

અમદાવાદ શહેરની સ્કૂલોને ફરી એકવાર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં રાબેતા મુજબ વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા ગયા હતા. આ બધાં વચ્ચે અચાનક અમદાવાદ શહેરની 15 જેટલી સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બાળકો અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કઈ-કઈ સ્કૂલોને મળી ધમકી ? સેંટ ઝેવિયર્સ, DPS બોપલ, સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચને મળ્યો મેઇલ ઘાટલોડિયાની કેલોરેક્સ અને સ્વયમ સ્કૂલને  ધમકી મળી વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  SP રીંગ રોડ પર આવેલી જીનિવા ઇન્ટરનેશનલ સ્કૂલને મળી ધમકી ઉસ્માનપુરાની ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી નરોડાની JD હાઇસ્કૂલ, સેટેલાઇટની રેડ બ્રિક્સ…

Read More

જમ્મુ અને કાશ્મીરના ડોડાના ખનીટોપ વિસ્તારમાં સૈનિકોને લઈ જતું એક વાહન ખાડીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં દસ સૈનિકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે. વાહનમાં કુલ 17 સૈનિકો હતા. આર્મીની ગાડી 200 ફૂટ ઊંડી ખાડીમાં પડી:- આર્મી કેસ્પર ડોડામાં ભાદરવાહ-ચંબા રોડ પર મુસાફરી કરી રહ્યું હતું અને પહેલાથી જ ગંભીર હાલતમાં હતું. કેસ્પર લગભગ 200 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગયું. સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, અને બચાવ ટીમો ખંતપૂર્વક કામ કરી રહી છે. ઘાયલોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકના મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. ત્રણ સૈનિકોની હાલત ગંભીર હોવાનું જાણવા…

Read More

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મુદ્દે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અંદાજે 21 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી પાણીની ટાંકી લોકાર્પણ પહેલાં જ ધરાશાયી થઈ હતી. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડી હતી. જેમાં 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ પાણીની ટાંકીના ખર્ચની વાત કરવામાં આવે તો, કુલ ખર્ચ રૂપિયા 21 કરોડ માનવામાં આવે છે. ટાંકીની ક્ષમતા 11 લાખ લિટર (9 લાખ લિટર ભરીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું) હતું. આ ટાંકી દ્વારા આસપાસના 33–34 ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો હતો. પણ ટાંકીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાથી ટાંકીનું લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી…

Read More

મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ‘મહાયુતિ’ ગઠબંધને પ્રચંડ વિજય મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. દેશની સૌથી ધનિક એવી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલીવાર ભાજપનો મેયર ચૂંટાવા જઈ રહ્યો છે. આ જીત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની જનતાનો આભાર માનતા જણાવ્યું કે હવે રાજ્યના 25થી વધુ શહેરોમાં ભાજપ અને મહાયુતિના મેયર હશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસના વિઝન’ પર જનતાની મહોર ગણાવી હતી. તેમણે કહ્યું, “પરિણામો સ્પષ્ટ કરે છે કે મહારાષ્ટ્રને પીએમ મોદીમાં અપાર વિશ્વાસ છે. અમારો ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે.” ફડણવીસે ઉમેર્યું કે ભાજપ માટે હિન્દુત્વ અને…

Read More