Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

દેશમાં GSTના ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમા પર પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાદવામાં આવશે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને…

Read More

ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભલે વિકાસની મોટી-મોટી વાતો કરતી હોય પરંતુ આદિવાસી વિસ્તારમાં હજુ પણ વિકાસ નથી થયો. તેનું ઉત્તમ ઉદાહરણ શુક્રવારે જોવા મળ્યું. કારણ કે ઉકાઈ જુથગ્રામ પંચાયતમાં આવતું પાથરડા ગામના રહેવાસી નિલેશ વસંજીભાઈ કોટવાળિયાનું શુક્રવારના દિવસે માંદગીના કારણે અવસાન થયું હતું. જેમની અંતિમ ક્રિયા કરવા માટે આદિમ જૂથના કબ્રસ્તાન પર લઈ જતી વખતે ભારે સંધર્ષ અને મુશ્કેલી વેઠવાનો વારો સ્થાનિકોને આવ્યો હતો. અંહી પીપળા નદી પર વર્ષોથી પુલનો અભાવ હોવાથી અને કબ્રસ્તાન નદીની પેલી પાર હોવાથી અંતિમ ક્રિયા કરવા માટે ખૂબ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. કબ્રસ્તાન સુધી પહોંચવામાં ભારે હાલાકી:- પરિવારના સભ્ય અને સ્થાનિક લોકો…

Read More

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ઉકાઈ ડેમના જળ સ્તરમાં વધારો થયો હતો. ડેમમાં જળસ્તરની સપાટી વધતાં ડેમની 12 બારીઓ 7 ફૂટ ખોલવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ઉકાઈ ડેમમાં પાણીનો વધારો થતો હોય છે. શુક્રવારે ઉકાઈ ડેમની જળ સપાટી 337.90 નોંધવામાં આવી હતી. ઉકાઈ ડેમમાં 1 લાખ 63 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેની ડેમમાંથી 1 લાખ 63 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાં પાણીનો જળસ્તર સતત વધતા તાપી નદીના કિનારા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું.

Read More

બુધવારે દિલ્લામાં મળેલી GSTની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ઠંડા પીણાં, એનર્જી ડ્રિંક્સ, સિગારેટ અને ગુટખાના શોખીન લોકો માટે ખરાબ સમાચાર છે. GST કાઉન્સિલે કેટલીક વસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાદ્યો છે. આ એવી પ્રોડક્ટ્સ છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જોકે, લોકો હજુ પણ તેનો ઉપયોગ કરે છે. સરકારે અલગ ટેક્સ સ્લેબ રાખ્યો છે, જે સૌથી વધુ છે. જો આપણે આલ્કોહોલિક પીણાં વિશે વાત કરીએ તો, તેને GSTના દાયરાની બહાર રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પાન મસાલા, તમાકુ, ખાંડવાળા પીણાં અને મોંઘા વાહનો અથવા લક્ઝરી વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાદ્યો હતો. હવે તેને…

Read More

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તાપીએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન કલાસીસો પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ મથકોએ વહેલી સવારે ૦૭:૦૦ કલાક પહેલા તથા સાંજે ૦૭:૦૦ કલાક બાદ કોઇ પણ ટયુશન કલાસીસો ચાલુ રાખી શકાશે નહિં કે વિદ્યાર્થીઓને ટયુશન કલાસીસોમાં અભ્યાસાર્થે બોલાવી શકાશે નહિં. ટયુશન કલાસીસોની આજુબાજુ ૨૦૦ મીટર સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહિં. શાળા-કોલેજોના કંપાઉન્ડમાં ૨૦૦ મીટર સુધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઇ ત્રાહિત વ્યક્તિ એકત્રિત થઇ શકશે નહિં. આ હુકમ તા.૨૮-૧૦-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને…

Read More

રાજ્યમાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. 8 મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ ૯ અને ૧૦ ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ૫(પાંચ) વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે. વધુ વિગતોમાં તેમણે કહ્યું કે, સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરાશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર…

Read More

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયા બાદ પોર્ટલ ક્રેશ થયું હતું. પોર્ટલ ક્રેશ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે નોંધણી શરૂ થયા બાદ એક જ દિવસમાં ૪,૫૦૦ VCE લૉગિન થયા હતા અને અંદાજે ૫૯,૦૦૦ નોંધણી પૂર્ણ થઈ હતી. આ ટ્રેન્ડને ધ્યાને રાખીને ચાલુ વર્ષે પોર્ટલને ૪,૫૦૦ VCE ઉપરાંત ૩૦ ટકા વધારાની ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ એક સાથે ૯,૦૦૦ VCE લૉગિન થયા આ વર્ષે નોંધણીના પ્રથમ દિવસે જ એક સાથે ૯,૦૦૦ VCE લૉગિન થયા હતા. જેથી ગત વર્ષની સરખામણીએ લોડમાં ૧૦૦ ટકા એટલે કે બમણો…

Read More

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બેડકુવા ગામના ઉમરી ફળિયાના રહેવાસી રાહુલ પ્રવીણ ગામીતના ઘર નજીક દીપડી નજરે પડતા વાલોડ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ વન વિભાગની ટીમે ઉમેરી ફળિયામાં પાંજરું મૂક્યું હતું. જેમાં શિકારની શોધમાં નીકળેલી 4 વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. બેડકુવા ગામના સરપંચ વિકેશ ગામીતે વાલોડ વનવિભાગ સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદને જાણ કરતા. RCSSG મેમ્બર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે વાલોડ વન વિભાગના કર્મચારી સંદીપ ચૌધરી તેમજ વન વિભાગની ટીમે પાંજરાનો કબ્જો લઈ આગળની કામગીરી શરૂ કરી હતી.

Read More

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ફરી એકવાર રાજ્યના વીજધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વીજળીના બિલમાં 100 યુનિટે 15 પૈસા ઘડાડવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. વીજ વપરાશના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલી જુલાઈથી કરેલા વીજ વપરાશ પર ઘટાડેલા દરે ચાર્જ વસૂલવામાં આવશે. નિર્ણયથી 1.75 કરોડ ગ્રાહકોને થશે ફાયદો:- અગાઉ ફ્યુઅલ સરચાર્જ 2.45 રૂપિયા હતો. તેમાં 15 પૈસાનો ઘટાડો કરતા 2.30 રૂપિયા ફ્યુઅલ સરચાર્જ રહેશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.75 કરોડ ગ્રાહકોને લાભ થશે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ગ્રાહકોને આશરે રૂપિયા 400 કરોડનો…

Read More

સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને ‘નાળિયેર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી શકે તેમજ નાળિયેરના વાવેતરથી ખેડૂતો મહત્તમ આવક મેળવી શકે તેવા ઉમદા આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાળિયેરી વિકાસને પુષ્કળ પ્રોત્સાહન આપી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસ સંદર્ભે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Read More