Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
RSSના વડા મોહન ભાગવતે શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીમાં આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતે પત્રકારોના અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ પ્રશ્નોમાંથી એક જન્મદર પર હતો. આ પ્રશ્નને જવાબ આપતા તેમણે કહ્યું કે તમારે પ્રચારકને આ પ્રશ્ન પૂછવો જોઈતો ન હતો, પરંતુ હવે જ્યારે તમે પૂછ્યું છે, તો હું ભારતના તમામ લોકોને ત્રણ બાળકો પેદા કરવાની સલાહ આપીશ. ત્રણ બાળકો નથી તેઓ લુપ્ત થશે ભાગવતે વધુમાં કહ્યું કે, દુનિયાના બધા શાસ્ત્રો કહે છે કે જેમનો જન્મદર ત્રણ કરતા ઓછો છે, તેઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. તો તેને ત્રણથી ઉપર રાખવું જોઈએ. દુનિયાનો દરેક…
તાપીના સોનગઢ અને ઉકાઈના અલગ-અલગ વિસ્તારોમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સૌથી લોકપ્રિય તહેવારની ભક્તો ઉમંગ સાથે ઉજવણી કરી રહ્યા છે. આ તહેવાર, જાહેર પંડાલોમાં વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના થઈ રહી છે. ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા બોલી પૂજન, સાથે ફૂલ, સુગંધિત સામાન અને મીઠાઈઓની સાથે ખાસ કરીને મોદક, જે ગણેશજીનો પ્રિય પ્રસાદ છે, તે મુકવામાં આવે છે. આ દસ દિવસ સુધી ચાલતા આ તહેવારનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે થાય છે. ગણેશ ચતુર્થી સમાજમાં એકતા સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને આ તહેવાર લોકોમાં ભક્તિ સાથે સાથે સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને સમરસતાનો સંદેશ આપે છે.
તાપીના ઉકાઇમાં કેવડા તીજ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. હરિતાલિકા તીજ તહેવાર હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. “હરિતાલિકા” શબ્દનો અર્થ થાય છે. હરિત (અપહરણ) અને આલિકા (સખી) માન્યતા અનુસાર માતા પાર્વતીની સખીએ તેમનું અપહરણ કરીને તેમને જંગલમાં લઇ જઇ ભગવાન શિવની આરાધના કરવા પ્રેરિત કર્યું હતું. ત્યારબાદ માતા પાર્વતીને ભગવાન શિવ પતિરૂપે પ્રાપ્ત થયા હતા. આ દિવસે સ્ત્રીઓ નિર્જળ વ્રત રાખે છે અને માતા પાર્વતી-શિવજીની પૂજા કરે છે. તેઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે. કુમારી કન્યાઓ પણ…
જમ્મુ-કાશ્મીરમાં કુદરત તબાહી મચાવી દીધી છે. સતત મુશળધાર વરસાદે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. કટરામાં માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર બુધવારે થયેલા મોટા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓનો સામના વચ્ચે કરવો પડી રહ્યો છે. ઘણા હાઇવે બંધ કરવામાં આવ્યા છે, પુલોને નુકસાન થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 22 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 27 ટ્રેનોને ટૂંકા ગાળા માટે રોકી દેવામાં આવી છે. વૈષ્ણો દેવી રૂટ પર ભૂસ્ખલન થયું વૈષ્ણો દેવી રૂટ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાના…
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન મૂશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટા-છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને રાજ્યના માછીમારોને આગામી તા. ૨૮ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૪ ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી…
જ્યારે આપણે વિચારીએ છીએ કે ભારતમાં સૌથી ધનિક કોણ છે અથવા કયા રાજ્યોના લોકો સૌથી વધુ કમાણી કરે છે, ત્યારે દિલ્હી, મુંબઈ કે ગુજરાત જેવા રાજ્યોના નામ વારંવાર આપણા મનમાં આવે છે. પરંતુ તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની માથાદીઠ આવક એટલે કે દરેક વ્યક્તિની સરેરાશ વાર્ષિક આવક 1,14,710 પર પહોંચી ગઈ છે. દસ વર્ષ પહેલાં એટલે કે 2014-15માં આ આંકડો 72,805 હતો. એટલે કે છેલ્લા 10 વર્ષમાં દરેક ભારતીયની સરેરાશ આવકમાં 41,905નો વધારો થયો છે. તેનાથી પણ મોટી વાત એ છે કે કયા રાજ્યના લોકો સૌથી વધુ કમાણી કરે છે અને સૌથી…
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ ખાતે કોલેજનાં આચાર્ય ડૉ. રાજેશભાઈ પટેલ સાહેબનાં માર્ગદર્શનથી કોલેજનાં અર્થશાસ્ત્ર અને કોમર્સ વિભાગ તથા સૂરત જિલ્લા સહકારી સંઘ, સૂરત (બારડોલી)નાં સંયુક્ત ઉપક્રમે સોનગઢ કોલેજ ખાતે “યુવક સહકારી શિક્ષણ તાલીમ ” વર્ગનું તારીખ 18/08/2025થી 23/08/2025 દરમિયાન આયોજન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમના સમાપનનાં અંતિમ દિવસે કોલેજનાં આચાર્યએ તાલીમની ફળશ્રુતિ સંદર્ભે વિદ્યાર્થીને માર્ગદર્શિત કર્યા. જયારે વિદ્યાર્થીઓએ તાલીમનાં લાભો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. અંતે સૂરત જિલ્લા સહકારી સંઘ (બારડોલી) માંથી ઉપસ્થિત ટ્રેનર વિજયભાઈ ચૌધરી દ્વારા તાલીમ સંદર્ભે વિદ્યાર્થીઓનો ઉત્સાહ, જિજ્ઞાશા અને કોલેજનાં આચાર્ય સહીત મળેલ સહકાર બદલ કોલેજ પરિવારનો આભાર વ્યક્ત કર્યો. જયારે કોમર્સ વિભાગનાં અધ્યાપક…
તાપી ઉચ્છલના છાપટી ગામેથી એસઓજીએ બોગસ ડૉક્ટરને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. એસ.ઓ.જી શાખાનો સ્ટાફ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતો. ત્યારે હેડ કોન્સ્ટેબલ દાઉદ ઠાકોરને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉચ્છલના છાપટી ગામની દૂધડેરીની ઉપર રૂમ રાખી એક બોગસ ડૉક્ટર એટલે કે, સુનીલ દાજભાઈ ઠાકરે ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલની પ્રેક્ટિસ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી એસ.ઓ.જીએ બાતમી વાળી જગ્યાએ પહોંચી રેડ પાડતા નકલી ડૉક્ટર સુનીલ દાજભાઈ ઠાકરે ઝડપાઈ ગયો હતો. આરોપી મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાનો રહેવાસી છે. પરંતુ હાલમાં ઉચ્છલ તાલુકાના આમોદે ગામે રહેતો હતો. પોલીસ પકડમાં આવેલા…
ઉંમરપાડાના ઝૂમાંવાડી ગામમાં પેસા કાનૂન હેઠળની ગ્રામ સભા યોજાઈ હતી. કાનુન 1996 અને ગુજરાત પંચાયતના પેસા નિયમ 2017 મુજબ ગામ લોકોના માંગણીના આધારે સેક્રેટરીને અપાયેલી લેખિત અરજીના આધારે અધ્યક્ષ અને સેક્રેટરી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એજન્ડા મુજબના ગ્રામ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઠરાવો કરાવવામાં આવ્યા હતા જે સર્વ સંમતિથી ઠરાવો પસાર કર્યા લોકોએ શાંતિપૂર્ણ ગ્રામસભામાં ભાગ લીધો અને સેક્રેટરી/ત.ક.મંત્રી સતીષભાઈ ગામીતે તેમજ સરપંચ ઈશ્વર સી.વસાવાએ અધ્યક્ષ તરીકે હાજરી આપી હતી. નીચે મુજબના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી ગ્રામ સભાના અધ્યક્ષની વરણી કરવા બાબત પેસા કાયદા મુજબ…
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૩૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૩૦ ડેમ ૨૫…