Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાપી જિલ્લા ACBએ SC-ST સેલના મહિલા DySP નીકીતા શીરોયા અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત સામે 1.50 (એક લાખ,પચ્ચાસ હજાર)ની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ કર્યો છે. રૂપિયાના લાલચું DySP નીકીતા શીરોયા અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર રમણભાઈ ગામીતે એટ્રોસિટી અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ દાખલ થયેલા કેસમાં કાર્યવાહી ન કરવા માટે  રૂપિયાની માંગણી કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. DySP અને કોન્સ્ટેબલ દ્વારા 4 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી:- મહત્વનું છે કે SC-ST સેલના મહિલા DySP અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત દ્વારા સૌથી પહેલા તો અંદાજે ચાર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પરંતુ ફરિયાદી…

Read More

ડાંગ જિલ્લાના વઘઈમાં પોલીસ દમન સામે આદિવાસી સમાજની આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ દ્વારા વઘઇ ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સઘર્ષ સમિતી પ્રમુખ બારકું ભાઇ અને સમિતિના સભ્યો અને સામાજિક આગેવાનો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા ધરમપુરમાં તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગથી રેલીમાં સામેલ થવા જતા લોકોને વઘઇ પોલીસ દ્વારા અને ડાંગ પોલીસ દ્વારા નાકાબંધી કરી રોકી દેવામાં આવ્યા હતા. અને ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા. જેને લઇ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ધરમપુર ખાતે જાહેરાત કરી હતી…

Read More

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થીએ ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો છે. વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં બાળકોના વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. નાના ઝઘડાથી શરૂ થયેલો આ વિવાદ એટલો વધી ગયો કે વિદ્યાર્થીએ શાળાની બહાર વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. આ પછી ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ શાળામાં તોડફોડ કરી આ ઘટના ગુસ્સે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં શાળામાં પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. ટોળાએ શાળામાં ઘૂસીને જે પણ કર્મચારી હાથમાં આવ્યા તેમના…

Read More

તાપી જિલ્લાના ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસથી દીપડીની અવરજવર નજરે પડતાં નાયબ વન સંરક્ષક સચીન ગુપ્તા, વ્યારા વન વિભાગ તથા ફોર્ટ સોનગઢ રેન્જનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગ.કે.અજરાનાંઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ દીપડીને પકડવા માટે કે.એન વણઝારા બીટ ગાર્ડ ગુણસદા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમ્યાન 20 ઓગસ્ટના રોજ અંદાજે 3 વર્ષની દીપડી સિકારની શોધમાં નીકળતાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની અંદર ખુલી જગ્યામાં પાંજરામાં દીપડી પૂરાઈ હતી. જે બાદ બીટ ગાર્ડ કે. એન. વણઝારા દ્વારા સલામત રીતે સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જનાં જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.

Read More

રાજ્યમાં IPS અધિકારીઓ છેલ્લા કેટલાય સમયથી બદલીની રાહ જોઈ રહ્યા હતા.અને આખરે તેમની બદલી કરવામાં આવી છે. ગુજરાતના 100થી વધુ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી. રાજ્યના 10થી વધુ અધિકારીઓને આગામી નવા પોસ્ટિંગ ન મળે ત્યાં સુધી પોસ્ટિંગ વિહોણા રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવ વિભાગે વિચારણા કરીને ગણતરીના કલાકોમાં હુકમો કર્યા હતો. કુલ ૨૫ જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના ૩૨ જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. ઓર્ડરની ખાસ બાબત એ રહી છે કે સીધી ભરતીના વર્ષ ૨૦૧૯-૨૦ના આઈ.પી.એસ અધિકારીને શહેરમાં ઝોનમા ,…

Read More

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ‘સક્ષમ શાળા’ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા સક્ષમ શાળા’ કાર્યક્રમ એવોર્ડ સમારોહમાં જિલ્લાની ૧૫ શાળાઓને ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના ઓનરશીપ કેટેગરીમાં “સક્ષમ શાળા” એવોર્ડ માટે પસંદ થયેલ શાળાઓને પ્રથમ ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૩૧,૦૦૦, દ્વિતીય ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૨૧,૦૦૦ અને તૃતીય ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૧૧,૦૦૦ આવપવામાં અવ્યો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર (ગ્રામ્ય)માં નિઝર તાલુકાની રૂમિકતાલાવ પ્રાથમિક શાળા, સોનગઢ તાલુકાની મોડેલ શાળા ડોસવાડા અને ઉત્તર બૂનિયાદી આશ્રમશાળા હિંદલા, તથા પ્રાથમિક (શહેરીમાં વ્યારા તાલુકાની આનંદ પ્રાથમિક શાળાએ ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માન મેળવ્યું હતું. જયારે જિલ્લા કક્ષાએ…

Read More

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ન્યુ ઘનશ્યામ સોસાયટીમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ ઘનશ્યામ સોસાયટીમાં રહેતા પાર્થ વાઘેલા (એડવોકેટ) પોતાના ઘરે છેલ્લાં દસેક વર્ષથી દર વર્ષે કૃષ્ણ જન્મોઉત્સવની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે પણ તેમણે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી હતી. ઉજવણી દરમ્યાન નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર પરિવારના લોકો કૃષ્ણ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. ખાસ કરીને પરિવારના નાના-નાના બાળકો પણ બાળ કાનુડાઓ તેમજ ઈન્ડિયન આર્મીના ડ્રેસમાં તૈયાર થયા હોવાથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. કેટલાક બાળકોએ જન્માષ્ટમીના ગીતો પર ડાન્સ કર્યો હતો. જે ડાન્સ કાર્યક્રમમાં હાજર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.…

Read More

નવસારીના બીલીમોરા શહેરના સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. રાઈડ લગભગ 40 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ નીચે આવી રહી હતી ત્યારે અંદાજે 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી હતી. રાઈડ તૂટવાની ઘટના મેળામાં હાજર લોકોના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી. જેમાં રાઈડ તૂટવાના લાઈવ દ્રશ્યો પણ સામે હતા. આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે મહિલાઓ, અને બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘટનામાં રાઈડનો ઓપરેટર નીચે દબાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. રાઈડ ઓપરેટરને તાત્કાલિક સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ રાઈડ દુર્ઘટનાની સઘન તપાસ શરૂ કરી…

Read More

ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં પોલીસ વિભાગના ૨૪૧ પીએસઆઈને પીઆઈ તરીકેની બઢતી આપવામાં આવી ચુકી છે. પણ હજીસુધી તેઓને ચાર્જ સોંપવામાં આવ્યો નથી. પ્રમોશન મળ્યા પછી પણ પીઆઈનો ચાર્જ નહીં મળતા ૨૪૧ પીએસઆઈ મુંઝવણમાં મુકાયા છે. તારીખ ૨૦ ફેબુ્રઆરીના રોજ સમગ્ર રાજ્યના ૧૫૯ પીએસઆઇને એકસાથે પીઆઇના પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઓર્ડર બાદ તારીખ ૭ એપ્રિલના રોજ વધુ ૩૩ અને તારીખ ૯ એપ્રિલના રોજ વધુ ૪૯ પીએસઆઇને પીઆઇના પ્રમોશન આપવાના ઓર્ડરો કરવામાં આવ્યા હતાં. આમ છેલ્લા છ માસ દરમિયાન કુલ ૨૪૧ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પીઆઇ બની ગયા છે પરંતુ તેઓ હજી પણ જે તે શહેર અથવા જિલ્લામાં…

Read More

તાપી જિલ્લાના ડોલવણ-વાલોડ તાલુકાની સરહદે આવેલા કલકવા-ગોડધા ચૌધરી ફળિયામાં ભગવાન ક્રૃષ્ણ કનૈયાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગામના અગ્રણી ગુણવંત ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષથી અમે કાનાની જન્માષ્ટમી ઉજવીએ છીએ. અમે સૌ એકતાની ભાવનાને અકબંધ રાખી હંમેશા સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો નિર્ધાર રાખીએ છીએ. સૌ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહનો માહોલ ઉંભો થાય છે. વર્ષો પહેલા લોકોના ઘરે જ ઉભા રહીને અખંડ ભજન કરતા હતા. શ્રાવણ માસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ગામે ગામ ઠેર-ઠેર  સપ્તાહ ઉજવવામાં આવે છે. ગામના યુવાન-યુવતીઓ ભેગા મળીને કાનુડાની ભક્તિનાં રંગે રંગાઈ જાય છે. આ વર્ષે અમે ૪૦મા જન્મોત્સવની ઉજવણી કરી. ગામલોકો યથાશક્તિ ફાળો એકત્ર…

Read More