Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ગરૂડેશ્વરના ચીનકુવા ગામમાં વીજળી પડવાથી બે લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગરૂડેશ્વરની સરકારી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. પરંતુ, જ્યારે મૃતદેહોને ઘરે લઈ જવા માટે સબ વાહિનીની જરૂર પડી, ત્યારે હોસ્પિટલ પાસે આ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું. આ ઘટનાએ ન માત્ર હોસ્પિટલની વ્યવસ્થાપનની ખામીઓને ઉજાગર કરી, પરંતુ સરકારી અધિકારીઓની જવાબદારી અને લોકો પ્રત્યેના તેમના વલણ પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા. લોકોની માંગ અને અધિકારીનો ઉદ્ધત જવાબ સ્થાનિક જનપ્રતિનિધિએ જ્યારે હોસ્પિટલના ડોક્ટર સાથે સબ વાહિનીની વ્યવસ્થા માટે ફોન પર સંપર્ક કર્યો, ત્યારે તેમને મળેલો જવાબ આઘાતજનક હતો. ડોક્ટરે જવાબદારી ઝાટકીને કહ્યું, “તમે…
બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:- હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે મધ્ય-ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.નવેમ્બર માસના શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે. જેની અસર ગુજરાતના વિવિધ ભાગોમાં થશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મૂકાયા:- હવામાન વિભાગ અને…
આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લામાં ખાનગી બસમાં ભીષણ આગ લાગતા 20થી વધારે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ગુરુવારે મધરાત્રે લગભગ 3-30 વાગ્યે આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. હૈદરાબાદ-બેંગાલુરૂ રૂટ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ બાઇક બસ નીચે ફસાઇ ગઇ અને ઇંધણની ટાંકી સાથે અથડાઇ હતી. જેના કારણે બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. બસમાં 42 મુસાફરો સવાર હતા:- બસમાં 42 મુસાફરો સવાર હતા, જેમાંથી લગભગ 20થી વધુ લોકો જીવતા ભડથું થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે આ ઘટનમાં 12 જેટલા મુસાફરો ઇમરજન્સી એક્ઝિટથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ઘટના બાદ…
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામમાં એક દિવસ પહેલા ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી હતી. જેમાં બે લોકોના મૃત્યુ થયા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. તેમાં મૃત્યુ પામેલા પતિ પત્નીને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં ગતરોજ પીએમ કરવામાં આવ્યું અને પીએમ કર્યા બાદ તેમના શબને ઘરે લઈ જવા માટે પરિવારે સબ વાહિનીની માંગણી કરી તો જાણવા મળ્યું કે અંહી વર્ષોથી સબ વાહીનીની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી અને ડોક્ટરો સાથે વાતચીત થઈ તો વાતોને ટાળી અને ગોળગોળ જવાબ આપવામાં આવ્યો હતો. AAP નેતા નિરંજન વસાવાએ પોસ્ટ કરી જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હજારો…
તાપીના મીરકોટ ગામની સીમમાં અકસ્માતની ઘટનામાં દંપતીનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. સુરત ધુલિયા નેશનલ હાઈવે રોડ પર આવેલા મીરકોટ ગામની સીમમાં ટેમ્પા ચાલકને અકસ્માત નડ્યો હતો. ટેમ્પો ચાલક હરીશ કોંકણી અને તેમના ધર્મે પત્ની મહારાષ્ટ્રના નવાપુરમાં શાકભાજી લેવા જતા હતા ત્યારે હાઈવે પર ઊભેલી ટ્રક સાથે ટેમ્પો ભટકાવી દેતા ગમ્ખવાર અકસ્માત થયો હતો. ઘટનમાં પતિ-પત્નીનું મોત:- ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ટેમ્પોમાં સવાર પતિ-પત્નીનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પત્નીને સારવાર માટે વ્યારા હોસ્પિટલ લઈ…
સોના અને ચાંદીના ભાવમાં હવે વૈશ્વિક સ્તરે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ગુરુવારે ભારતીય બજાર પર જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાં છેલ્લા બે દિવસમાં આવેલી ભારે ગિરાવટને કારણે ચાંદી તેના રૅકોર્ડ ઉચ્ચ સ્તરથી લગભગ 20000 પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનું પણ લગભગ 4000 પ્રતિ 10 ગ્રામ તૂટ્યું છે. હાલમાં તો અમદાવાદમાં સોનાનો ભાવ 1,32915 રૂપિયા બતાવે છે કાલે બજાર ખુલતાંની સાથે જ કરેક્શન જોવા મળશે. ગુરુવારે ભારતીય બજાર પર જોવા મળશે અસર વૈશ્વિક બજારમાં બુધવારે સોનાના ભાવમાં 2.9% અને મંગળવારે 6.3% નો કડાકો બોલ્યો હતો, જે છેલ્લા 12 વર્ષોમાં સૌથી મોટો ઘટાડો…
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તાપીના ઉચ્છલમાંથી લાખો રૂપિયોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તાપી જિલ્લાની LCB અને SOGની ટીમ તેમજ ખાસ કરીને ઉચ્છલ પોલીસને SMCને ટીમે ગંધ પણ આવા દીધી ન હતી અને અંદાજે 41 લાખનો દારૂ ઝડપી લીધો હતો. એક ભેજાબાજ શખ્સ ટ્રકમાં વિદેશી દારૂ ભરીને વડોદરા તરફ લઈ જતો હતો. આ દરમ્યાન SMCએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. મહત્વનું છે કે, SMCની ટીમે આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપી કાર્યવાહી કરી તેની જાણ ઉચ્છલ પોલીસને થઈ પણ ન હતી. જવાબદાર ઉચ્છલ પોલીસ ઉંઘતી ઝડપાઈ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 41 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં…
ડૉ. જયરામભાઈ ગામીતે રમતગમત રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળતા જ પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની કામગીરી અંગે વિગતો મેળવી હતી. ડૉ.ગામીતે અધિકારી – કર્મચારીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, રમતગમત વિભાગ દ્વારા કાર્યરત અનેક યોજનાઓની માહિતી ગુજરાતના છેવાડાના યુવાનો સુધી પહોચે તે દિશામાં આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે. રાજ્ય સરકાર આગામી સમયમાં ઓલમ્પિક અને કોમનવેલ્થ રમતોનું આયોજન કરીને ગુજરાતનું નામ રમતગમત ક્ષેત્રે વધુ રોશન કરશે તેવી કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન રમતગમત રાજ્યમંત્રી ડૉ.ગામીતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ – કર્મચારીઓના વહીવટી માળખા સહિત કામગીરી…
172 નિઝર વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય ડૉ. જયરામ ગામીત બન્યા રાજ્યકક્ષાના મંત્રી, રાજ્યપાલની હાજરીમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. જયરામ ગામીત તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 2016થી કાર્યભાર સાંભળ્યો હતો. વર્ષ 2022માં પ્રથમ વખત તેઓ ચૂંટાયા હતા. ડૉ.જયરામ ગામીત ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તાપી જિલ્લાના નિઝર બેઠક પરના ધારાસભ્ય ડૉ.જયરામ ગામીત રાજ્યકક્ષાના મંત્રી બનતા તાપી જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર ગામીત સમાજમાં પણ ખુશીનો માહલો જોવા મળી રહ્યો છે.
તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથનો સ્વાગત કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને તેના પુત્રએ હંગામો કર્યો હોવાનું સામે આવ્યું છે. ગામના સરપંચ, તા.પં.સભ્ય અને જિ.પં. પ્રમુખે ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. ભાજપના મોવડી મંડળને લખેલા પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપનો આંતરિક જૂથવાદ જાહેર થયો છે. ધારાસભ્ય વગર આમંત્રણે આવ્યા હોવાનો પણ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલોડ તાલુકા ભાજપનો જૂથવાદ સામે આવ્યો:- વાલોડ તાલુકા ભાજપનો જૂથવાદની લડાઈ જાહેરમાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય મોહન ઢોડીયા અને બુહારી ગ્રામ પંચાયતના હોદ્દેદારોનો ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. જેના કારણે બુહારી ગામમાં ભાજપના…
