Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

બ્રિટિશ મોનિટરિંગ એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, લાલ સમુદ્રમાં યમનના કિનારા નજીક એક જહાજ પર સશસ્ત્ર દળના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમાં આગ ફાટી નીકળી હતી. સશસ્ત્ર દળના માણસો દ્વારા ગોળીબાર અને રોકેટથી ગ્રેનેડ હુમલો કરાયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી, પરંતુ આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ, ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અને ઈરાની પરમાણુ સ્થળો પર યુએસ દ્વારા હવાઈ હુમલા પછી આ હુમલો કરવામાં આવ્યો છે. બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે જહાજ પર સવાર સશસ્ત્ર સુરક્ષા ટીમે જવાબી કાર્યવાહી કરી…

Read More

અમદાવાદમાં બનેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. એક ખાનગી સમાચાર એજન્સીના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે, રિપોર્ટમાં તપાસકર્તાઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે, જે હાલમાં સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરી રહી છે. નોંધનીય છે કે આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત પછી તરત જ કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો.…

Read More

બાલચોડી અને ધોધડકુવા ગામ વિસ્તારમાં કેટલાક દિવસથી એક અસ્થિર મગજ ધરાવતી એક મહિલા બે ત્રણ વર્ષનું માસૂમ બાળક સાથે ફરતી જોવા મળી હતી. વરસાદની ઋતુમાં એક માસુમ બાળકને લઈ ફરી રહેલી મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે.તે જાણવા મળ્યું નથી પરંતુ આ મહિલા અસ્થિર મગજની હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ મહિલા સાથે એક માસુમ બાળક છે. બાળક ખૂબ જ નાનું છે. અને અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેમાં મહિલા પરેશાન થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા પણ સારી સૂઝ બૂઝ ધરાવતી નથી હોવાનું જાણવા મળ્યું હતું. ભાળકને ભૂખ લાગતા રડી રહ્યું હોવાનું પણ જાણવા મળે છે.…

Read More

વલસાડ જિલ્લાના ધરમપુરથી વાપી જતા હાઈવે નંબર ૫૬ની હાલત ચોમાસાની શરૂઆતથી જ દયનીય બની ગઈ છે. ધરમપુર-મોટા પોંઢા-વાપી રોડ પર ૧૫થી ૨૦ ઇંચથી વધુ ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે, લોકોને એવું લાગે છે કે તેઓ ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા છે. રસ્તાની દુર્દશા ગંભીર લોકો હેરાન:- સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની દુર્દશા એટલી ગંભીર છે કે, ધરમપુરથી પાર નદી અને નાના પોંઢા સુધીના માર્ગ પરથી ઇમરજન્સી દર્દીને લઈ જવું જીવલેણ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ…

Read More

સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકો સોનાની ખરીદી માટે દુકાનમાં ઉમટી પડ્યા છે. આ બધાં વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વિશ્વના ઘણા દેશો સાથેના યુએસ વેપાર કરારમાં પ્રગતિના સંકેત અને ટેરિફ સમયમર્યાદામાં ફેરફારની જાહેરાત વચ્ચે, સોમવાર 7 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતના વેપાર દરમિયાન, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 98,993 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,763 રૂપિયા છે. તમારા શહેરોના નાવ ભાવ જાણો ખાસ કરીને દેશના મુખ્ય શહેરોમાં સોનું કયા ભાવે વેચાઈ રહ્યું છે. તેની વાત કરીએ તો, દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 98,993 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે…

Read More

આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની ઓળખ નિમિત્તે દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે ભવ્ય રીતે આ દિવસની ઉજવણી કરવાની તૈયારીઓ માટે ગ્રામપંચાયતમાં બેઠક મળી હતી. મહત્વની આ બેઠક જીતુ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ગામના અગ્રણીઓ, યુવા પ્રતિનિધિઓ તથા સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં આદિવાસી સમાજના ગૌરવ, ભાષા, વસવાટ, પરંપરા અને સંસ્કૃતિના જતન માટે આ વર્ષે “ધરતીના વીર પુત્ર બિરસા મુંડા”ની 150મી જન્મજયંતિ સાથે વિશેષતાપૂર્વક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની યોજના બનવામાં આવી હતી. “આદિવાસી હોવું એ ગૌરવની વાત” આ બેઠકમાં…

Read More

નર્મદામાં ભાજપ-આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ 144ની કલમ લાગુ કરવામાં આવી છે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ, મોડી રાત્રે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો ભેગા થયા હતા. LCB કચેરીએ મોડી રાત સુધી મોટી સંખ્યામાં હાજર હતા ચૈતર વસાવાના સમર્થકો જે બાદ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતીય. આ ઉપરાંત હંગામો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે તેવી પણ સૂચના આપવામાં આવી હતી. LCB કચેરીએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે. ડેડિયાપાડા કોર્ટમાં ચૈતર વસાવાને હાજર કરાઈ તેવી પણ સૂત્રો પાસેથી માહિતી…

Read More

રાજ્યમાં વરસાદની રમઝટ યથાવત રહેવા પામી છે. રાજ્યમાં 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં મેઘમહેર થઈ હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાપીના વ્યારામાં 5.55, ડોલવણમાં 5.31 ઈંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી રહી છે. સુરત શહેરની વાત કરીએ તો, સુરતના પલસાણામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો છે.વલસાડના કપરાડામાં 4.84 ઈંચ, તાપીના સોનગઢમાં 4.65 ઈંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી રહી છે. સુરતના વિવિધ વિસ્તારમાં વરસાદ:- સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પડેલા વરસાદની વાત કરીએ તો, સુરત શહેરમાં 4.57 ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતી…

Read More

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય વસાવા સાથે થયેલી ઝપાઝપી બાબતે ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી સંજય વસાવાની FIRના આધારે ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કર્યાં બાદ, લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પુછપરછ માટે લાવવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના લોકોને શાંતિ રાખવા પોલીસની અપીલ:- ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ સમગ્ર આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. પોલીસે શાંતિ રાખવા માટે અપીલ કરી…

Read More

નર્મદાના ડેડીયાપાડામાં આપ અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અપશબ્દ બોલ્યા હોવાનો આરોપ પણ તેમના પર લાગ્યો છે. ચૈતર વસાવાએ ઉગ્ર બોલાચાલી કરી તાલુકા પંચાયતના પ્રમુખને માર માર્યાનો આરોપ પણ કરવામાં આવી રહ્યો છે. સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દ કહ્યાનો આક્ષેપ આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાએ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંક્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાલુકા સંકલનની બેઠક દરમિયાન આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ભારે વિવાદ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ…

Read More