Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી 11 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે. મંત્રાલયે કહ્યું છે કે, કફ સિરપના સેમ્પલોની તપાસ કરવામાં આવ્યા બાદ, તેના એક પણ સેમ્પલમાં ડાયથિલીન ગ્લાયકોલ (DEG) કે એથિલીન ગ્લાયકોલ (EG) જેવા જોખમી કેમિકલ મળ્યા નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV) અને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ની સંયુક્ત ટીમે ઘટનાસ્થળે જઈને અનેક સેમ્પલ એકઠા કર્યા હતા. આ સેમ્પલોની તપાસ કરાયા બાદ તેમાં કોઈપણ કફ સિરપમાં ડીઈજી કે ઈજી ન હોવાની પુષ્ટિ થઈ છે. આ એવા કેમિકલ…

Read More

ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ યોજના, ગુજરાતના આદિવાસી બાળકો માટે આશીર્વાદ બની રહી છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૯,૭૫,૧૦૩ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓને દરરોજ પોષણથી ભરપૂર દૂધ આપવામાં આવે છે. આ યોજના થકી બાળકો તંદુરસ્ત રહી ભણતરમાં વધુ ધ્યાન આપી…

Read More

ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. જગદીશ પંચાલ  બન્યા નવા ભાજપના પ્રદેશ પ્રમુખ.. જગદીશ પંચાલ અમદાવાદ શહેરના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી હતા જગદીશ વિશ્વકર્મા. પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરતા સમયે જગદીશ વિશ્વકર્માની સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે. કોણ છે જગદીશ પંચાલ? જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે. ભૂપેન્દ્ર પટેલની…

Read More

તાપી જિલ્લાના ઉકાઈ ખાતે દશેરાના પાવન પર્વ તેમજ ગાંધી જયંતિના શુભ દિને ગુરુવારે સોનેરી દિવસ ઉગ્યો હતો. અહીંના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે રાજ્ય સરકારે તાપી જિલ્લાના આઠમાં તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યો હતો. જેનો વિધિવત પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ સમારોહ ઉકાઈ (જુનુ જલ ભવન) ખાતે યોજાયો હતો. સૌ તાપીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સંભારણું બન્યો હતો. મંત્રી મુકેશભાઈ પટેલે સૌને દશેરાની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રના પ્રથમ દિવસે દેશવાસીઓને GST માં ઘટાડો કરીને ભેટ આપી છે. જેનાથી અનેક પ્રકારના ટેક્ષમાં ઘટાડો થશે. તેમજ…

Read More

તાપીના ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરકચ્છ ગામના નહેર ફળિયામાંથી જુગારીઓને તાપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 97,390નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મહોબતસિંહને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ઉમરકચ્છ ગામના નહેર ફળીયામાં આવેલા હરસીંગ લાલસીંગ ચૌધરીના ઘરનની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઈસમો ગોળકુંડાળુ કરી પૈસાથી ગંજી પાનાનો જુગાર રમે છે. તેવી બાતમી મળતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી.સોઢા એલ.સી.બી.તાપી થતા પેરોલ -ફર્લો સ્કોર્ડ તાપીના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા આરોપી લસીંગ ચૌધરી, જીગ્નેશ દુર્લભ પટેલને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી જપ્ત કરેલી…

Read More

ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક વધતાં ડેમની સપાટી ભયજનકે પહોંચી ગઈ છે… ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં ડેમમાં 2.77 લાખ ક્યૂસેક પાણીની આવક થવા પામી છે. ડેમમાં પાણીનો સતત વધતાં ડેમમાંથી 1.72 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની જળસપાટી 344.34 ફૂટે પહોંચી જ્યારે કે ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડતા તાપી નદી બે વહી રહી છે. સુરતની તાપી નદી બે કાંઠે:- ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતાં ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સુરત શહેરના તમામ ઓવારા કિનારા પર…

Read More

ઉકાઈ GSECL ઉર્જા નગર GEB કોલોનીમાં નવરાત્રીમાં અનોખા ગરબા રમીને દેશના જવાનોને ઓપરેશન સિંદૂરને સલામી આપવામાં આવી હતી. તારીખ 28 સપ્ટેમ્બર રવિવારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના સાતમાં દિવસે રાત્રિના 11:00 કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે સેનાના શોર્યને સમર્થન ઓપરેશન સિંદૂરતા સાથે ગરબા વગાડીને દેશના વીર જવાનોને સલામી આપવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રીના પાવન સાતમા નોરતે ગુજરાતના તમામ ખેલૈયોઓને અને સંચાલકોને શક્તિ આરાધના કરી અને સંયુક્ત થઈને દેશના સૈનિકોને ઓપરેશન સિંધોર માટેના ગરબા વગાડવાની અપીલ કરી હતી. નવરાત્રિના નવ દિવસમાં અંબાની શક્તિની ઉપાસનાનો તહેવાર છે. અને આપણા સૈનિકોએ શક્તિ અને વિજયના સાચા પ્રતીક છે. આ અનોખા ગરબામાં ઉકાઈ પોલીસ…

Read More

સોનગઢ નગરમાં નવરાત્રીના પાવન પર્વે બ્રાહ્મણ ફળિયાના ઐતિહાસિક ગરબા આજે પણ અવિરત ચાલી રહ્યા છે. વર્ષોથી ચાલતી આ અનોખી પરંપરા એવાં છે કે જે ક્યારેય બંધ થયા નથી. ગામના લોકો માટે આ ગરબા માત્ર ભક્તિનો કાર્યક્રમ નથી, પરંતુ સંસ્કૃતિ, એકતા અને ઓળખનો પ્રતીક છે. આ ઐતિહાસિક ગરબાની પરંપરા વર્ષોથી વનરાજભાઈ વ્યાસના પરિવાર દ્વારા સંભાળી રાખવામાં આવી છે. પેઢી દર પેઢી આ પરંપરા આજે સુધી શ્રદ્ધા અને સમર્પણ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે. વર્ષ 2025ના નોરતા પર્વે આ ગરબાનું આયોજન વિશાલભાઈ દવે, ગોવિંદાભાઈ દવે, સાગરભાઈ વ્યાસ, બાઉલભાઈ વ્યાસ, શ્યામભાઈ દવે, હિમાંશુભાઈ દવે તેમજ મંડળના યુવાનો અને મહિલા મંડળના સહકારથી કરવામાં…

Read More

તાપી જિલ્લાના ઉચ્છલ સુમુલ ડેરીના હોલમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યમાં જણાવ્યું કે સ્વદેશી બનાવટનું વધારેમાં વધારે ઉપયોગ કરવો, મહાત્મા ગાંધીએ સ્વદેશી વિશે જેવી રીતે લોકોને પ્રોત્સાહન આપ્યા હતા. મન કી બાત કાર્યક્રમની સાથે રક્તદાન શિબિરનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં લક્ષ્મીબેન ખુશાલભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર, જનક સ્મારક હોસ્પિટલ કંપાઉન્ડ કાનપુરા વ્યારાને કુલ 53 બોટલ જુદાજુદા ગ્રૂપનું લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં નિઝર 172 વિધાન સભાના ધારાસભ્ય જયરામ ગામીતે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના ભાગરૂપે રક્તદાન શિબિરનું સુમુલ શિતકેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું. તેમાં ઉચ્છલ તાલુકાના નવયુવાનોએ પોતપોતાના…

Read More

સોનગઢ તાલુકાનું વિભાજન કરી ઉકાઈને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. ઉકાઈ તાલુકામાં દુમદા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી દુમદા ગામના લોકો દ્વારા દુમદા ગામને સોનગઢ તાલુકમાં જ રાખવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. દુમદા ગામ સોનગઢ શહેરને અડીને આવેલું હોવાથી તેમજ સોનગઢથી બે કિલોમીટરના અંતરે આવેલું હોવાથી લોકોને અવર-જવર તથા ધંધા રોજગાર અને સરકારી કામકાજ તથા પોલીસ સ્ટેશનને લાગતી કામગીરી સરળ રહે છે. આ ઉપરાંત સમય અને આર્થિક રીતે પૈસાનો બચત થતી હોવાથી દુમદા ગામને ઉકાઈ તાલુકામાં નહી પણ દુમદા ગામને સોનગઢ તાલુકામાં રાખવામાં આવે તે માટે રજુઆત કરાઈ છે. જો દુમદા ગામને ઉકાઈ તાલુકામાં સમાવેશ…

Read More