Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાપી જિલ્લાના ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસથી દીપડીની અવરજવર નજરે પડતાં નાયબ વન સંરક્ષક સચીન ગુપ્તા, વ્યારા વન વિભાગ તથા ફોર્ટ સોનગઢ રેન્જનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગ.કે.અજરાનાંઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ દીપડીને પકડવા માટે કે.એન વણઝારા બીટ ગાર્ડ ગુણસદા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમ્યાન 20 ઓગસ્ટના રોજ અંદાજે 3 વર્ષની દીપડી સિકારની શોધમાં નીકળતાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની અંદર ખુલી જગ્યામાં પાંજરામાં દીપડી પૂરાઈ હતી. જે બાદ બીટ ગાર્ડ કે. એન. વણઝારા દ્વારા સલામત રીતે સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જનાં જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.

Read More

રાજ્યમાં IPS અધિકારીઓ છેલ્લા કેટલાય સમયથી બદલીની રાહ જોઈ રહ્યા હતા.અને આખરે તેમની બદલી કરવામાં આવી છે. ગુજરાતના 100થી વધુ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી. રાજ્યના 10થી વધુ અધિકારીઓને આગામી નવા પોસ્ટિંગ ન મળે ત્યાં સુધી પોસ્ટિંગ વિહોણા રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવ વિભાગે વિચારણા કરીને ગણતરીના કલાકોમાં હુકમો કર્યા હતો. કુલ ૨૫ જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના ૩૨ જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. ઓર્ડરની ખાસ બાબત એ રહી છે કે સીધી ભરતીના વર્ષ ૨૦૧૯-૨૦ના આઈ.પી.એસ અધિકારીને શહેરમાં ઝોનમા ,…

Read More

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ‘સક્ષમ શાળા’ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા સક્ષમ શાળા’ કાર્યક્રમ એવોર્ડ સમારોહમાં જિલ્લાની ૧૫ શાળાઓને ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના ઓનરશીપ કેટેગરીમાં “સક્ષમ શાળા” એવોર્ડ માટે પસંદ થયેલ શાળાઓને પ્રથમ ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૩૧,૦૦૦, દ્વિતીય ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૨૧,૦૦૦ અને તૃતીય ક્રમના પુરસ્કાર તરીકે રૂ. ૧૧,૦૦૦ આવપવામાં અવ્યો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર (ગ્રામ્ય)માં નિઝર તાલુકાની રૂમિકતાલાવ પ્રાથમિક શાળા, સોનગઢ તાલુકાની મોડેલ શાળા ડોસવાડા અને ઉત્તર બૂનિયાદી આશ્રમશાળા હિંદલા, તથા પ્રાથમિક (શહેરીમાં વ્યારા તાલુકાની આનંદ પ્રાથમિક શાળાએ ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માન મેળવ્યું હતું. જયારે જિલ્લા કક્ષાએ…

Read More

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ન્યુ ઘનશ્યામ સોસાયટીમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ ઘનશ્યામ સોસાયટીમાં રહેતા પાર્થ વાઘેલા (એડવોકેટ) પોતાના ઘરે છેલ્લાં દસેક વર્ષથી દર વર્ષે કૃષ્ણ જન્મોઉત્સવની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે પણ તેમણે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી હતી. ઉજવણી દરમ્યાન નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર પરિવારના લોકો કૃષ્ણ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. ખાસ કરીને પરિવારના નાના-નાના બાળકો પણ બાળ કાનુડાઓ તેમજ ઈન્ડિયન આર્મીના ડ્રેસમાં તૈયાર થયા હોવાથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. કેટલાક બાળકોએ જન્માષ્ટમીના ગીતો પર ડાન્સ કર્યો હતો. જે ડાન્સ કાર્યક્રમમાં હાજર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.…

Read More

નવસારીના બીલીમોરા શહેરના સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. રાઈડ લગભગ 40 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ નીચે આવી રહી હતી ત્યારે અંદાજે 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી હતી. રાઈડ તૂટવાની ઘટના મેળામાં હાજર લોકોના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી. જેમાં રાઈડ તૂટવાના લાઈવ દ્રશ્યો પણ સામે હતા. આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે મહિલાઓ, અને બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘટનામાં રાઈડનો ઓપરેટર નીચે દબાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. રાઈડ ઓપરેટરને તાત્કાલિક સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ રાઈડ દુર્ઘટનાની સઘન તપાસ શરૂ કરી…

Read More

ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં પોલીસ વિભાગના ૨૪૧ પીએસઆઈને પીઆઈ તરીકેની બઢતી આપવામાં આવી ચુકી છે. પણ હજીસુધી તેઓને ચાર્જ સોંપવામાં આવ્યો નથી. પ્રમોશન મળ્યા પછી પણ પીઆઈનો ચાર્જ નહીં મળતા ૨૪૧ પીએસઆઈ મુંઝવણમાં મુકાયા છે. તારીખ ૨૦ ફેબુ્રઆરીના રોજ સમગ્ર રાજ્યના ૧૫૯ પીએસઆઇને એકસાથે પીઆઇના પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઓર્ડર બાદ તારીખ ૭ એપ્રિલના રોજ વધુ ૩૩ અને તારીખ ૯ એપ્રિલના રોજ વધુ ૪૯ પીએસઆઇને પીઆઇના પ્રમોશન આપવાના ઓર્ડરો કરવામાં આવ્યા હતાં. આમ છેલ્લા છ માસ દરમિયાન કુલ ૨૪૧ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પીઆઇ બની ગયા છે પરંતુ તેઓ હજી પણ જે તે શહેર અથવા જિલ્લામાં…

Read More

તાપી જિલ્લાના ડોલવણ-વાલોડ તાલુકાની સરહદે આવેલા કલકવા-ગોડધા ચૌધરી ફળિયામાં ભગવાન ક્રૃષ્ણ કનૈયાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગામના અગ્રણી ગુણવંત ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષથી અમે કાનાની જન્માષ્ટમી ઉજવીએ છીએ. અમે સૌ એકતાની ભાવનાને અકબંધ રાખી હંમેશા સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો નિર્ધાર રાખીએ છીએ. સૌ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહનો માહોલ ઉંભો થાય છે. વર્ષો પહેલા લોકોના ઘરે જ ઉભા રહીને અખંડ ભજન કરતા હતા. શ્રાવણ માસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ગામે ગામ ઠેર-ઠેર  સપ્તાહ ઉજવવામાં આવે છે. ગામના યુવાન-યુવતીઓ ભેગા મળીને કાનુડાની ભક્તિનાં રંગે રંગાઈ જાય છે. આ વર્ષે અમે ૪૦મા જન્મોત્સવની ઉજવણી કરી. ગામલોકો યથાશક્તિ ફાળો એકત્ર…

Read More

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને રશિયનના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુદ્ધવિરામ પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજવા જઈ રહ્યા છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે હવે આ જવાબદારી યુક્રેનિયન રાષ્ટ્રપતિની છે. ટ્રમ્પે અલાસ્કામાં પુતિન સાથે મુલાકાત બાદ આ વાત કહી. ટ્રમ્પે કહ્યું, ‘ઝેલેન્સકીએ અલાસ્કા વાટાઘાટોને આગળ ધપાવવી જોઈએ અને 3 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક કરાર સુનિશ્ચિત કરવો જોઈએ. ઝેલેન્સકીએ સમાધાન કરવું પડશે. રશિયા એક મહાન શક્તિશાળી દેશ છે. ટ્રમ્પે કહ્યું – જો બંને ઇચ્છે છે, તો હું બેઠકમાં હાજર રહીશ અલાસ્કામાં પુતિનને મળ્યા બાદ ટ્રમ્પે કહ્યું, હવે તે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર નિર્ભર…

Read More

તાપીના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં આન, બાન અને શાન સાથે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા સમાહર્તા ડૉ. વિપિન ગર્ગ અને જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ પણ જોડાયા હતા. આ પ્રસંગે મંત્રી હળપતિએ શહીદો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@૨૦૪૭”ની પરિકલ્પનાને સાકાર કરવા માટે સૌના સહયોગ માટે અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડલ ગણાવતાં જણાવ્યું કે, રાજ્યમાં સેમિકંડક્ટર અને એઆઈ જેવા ઊભરતા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ સુધી…

Read More

રાણો રાણાની રીતે કહેનારો કલાકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ થયા બાદ હવે પોલીસ પકડથી બચવા માટે સંતાઈ ગયો છે. દેવાયત ખવડે ગીર સોમનાથમાં અમદાવાદના યુવક પર હુમલો કરવાનો આરોપ લાગ્યા બાદ દેવાયત ખવડ પોલીસ પકડથી બચવા માટે આમ-તેમ ફરાર થઈ રહ્યો છે. જેથી પોલીસે આરોપી દેવાયતને ઝડપી પાડવા માટે અલગ-અલગ સાત ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ:- ફરાર દેવાયત ખવડને શોધવા માટે પોલીસે સાત ટીમો બનાવી છે. આ ઉપરાંત CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતી કલાકાર દેવાયત ખવડે અમદાવાદના યુવક પર હુમલો કર્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો…

Read More