Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
અફઘાનિસ્તાનમાં રવિવારે આવેલા ભૂકંપમાં ૮૦૦થી વધુ લોકોનાં મોત થયાં હોવાની ઘટનાએ સમગ્ર વિશ્વામાં હાહાકાર મચાવી ધીધો છે. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. કુનાર પ્રાંતમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૦ માપવામાં આવી હતી. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા ભૂકંપ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનને શક્ય તમામ મદદ પૂરી પાડશે. https://twitter.com/DrSJaishankar/status/1962477573671399577 અફઘાનિસ્તાનમાં આટલા બધાં ભૂકંપ…
પીએમ કિસાન યોજના જેવી સરકારી યોજનાઓના નકલી APK ફાઇલ્સ પછી હવે સાયબર ઠગો નવી તરકીબ અપનાવી રહ્યા છે. તેઓ વ્હોટ્સએપ પર RTO (રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) ચલાનના નામે નકલી APK ફાઇલ્સ મોકલીને લોકોના બેંક એકાઉન્ટ્સ ખાલી કરી રહ્યા છે. આ સ્કેમમાં ઠગો રાત્રે અથવા વહેલી સવારે મેસેજ મોકલે છે, જેમાં વાહનના નંબર સાથે ટ્રાફિક વાયોલેશનનો ઉલ્લેખ કરીને ચલાન ભરવા માટે APK ફાઇલ ડાઉનલોડ કરવાનું કહે છે. આ સ્કેમ કેવી રીતે કામ કરે છે? – ઠગો વ્હોટ્સએપ પર એક મેસેજ મોકલે છે, જેમાં તમારા વાહનના નંબર સાથે ચલાનની વિગતો હોય છે અને એક APK ફાઇલ અથવા લિંક આપેલી હોય છે. – વપરાશકર્તા…
તાપીના ઉકાઈ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ તથા ઈદે મિલાદ તહેવારની ઉજવણી માટે ઉકાઈના કાયમી રહેવાસીઓએ શાંતી સમિતિની મિટીંગનું આયોજન કર્યું હતું. ઉકાઈ પોલીસ સ્ટેશનમાં આગામી તારીખ 6 સપ્ટેમ્બર શનિવારનાં રોજ ઈદે મિલાદ તહેવાર અને 6 સપ્ટેમ્બર શનિવારના રોજ ગણપતિ વિસર્જન નિમિત્તે એક શાંતિ સમીતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની આ બેઠકમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને ઉપરોક્ત તહેવારોમાં દર વર્ષની જેમ શાંતિપુર્ણ માહોલમાં ઉજવાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ તહેવાર દરમ્યાન લોકોને ગેર માર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, તો તરતજ પોલીસને જાણ કરવા સમજણ આપવામાં આવી હતી. તેમજ તહેવારો…
વલસાડ રૂલર પોલીસે સરોડી ગામ નજીક શ્રી સાંઈ આઈમાતા હોટેલમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત સામાન જપ્ત કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે હોટલ પરિસરમાં દરોડા પાડ્યા હતા. હોટલ પરિસર અને પાછળના રૂમમાંથી ૧૨ લોખંડના સળિયા અને ૬ ચેનલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૮૧ પામ ઓઈલ કેન, એક ઈલેક્ટ્રોનિક ફોર્ક અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. બે ટેન્કર અને એક ટ્રકમાંથી જપ્ત કરાયેલા માલ સહિત જપ્ત કરાયેલા માલની કુલ કિંમત રૂપિયા ૧,૨૯,૫૩,૧૬૮ હોવાનો અંદાજ છે. પાંચ આરોપીઓની ધરપકડ:- આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં પુનારામ કોલાજી ચૌધરી (રાજસ્થાન), ભરતભાઈ રેવાભાઈ ભરવાડ (વલસાડ), સાવરિયા દેવકરણ ગુર્જર…
અમેરિકન બહુરાષ્ટ્રીય રોકાણ બેંક અને નાણાકીય સેવાઓ કંપની જેફરીઝના અહેવાલ મુજબ, ભારતીય માલ પર અમેરિકા દ્વારા 50 ટકાની ડ્યુટી લાદવાનો નિર્ણય ફક્ત વેપાર સંબંધિત નથી, પરંતુ રાજકારણ અને અહંકાર સાથે પણ જોડાયેલો છે. અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું મુખ્યત્વે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં મધ્યસ્થી કરવાની તક ન મળવા બદલ તેમની “વ્યક્તિગત નારાજગી” દ્વારા પ્રેરિત છે. જેફરીઝે નોંધ્યું હતું કે ટ્રમ્પ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના ટૂંકા લશ્કરી સંઘર્ષ પછી મધ્યસ્થી તરીકે આગળ વધવાની આશા રાખતા હતા. જો કે, ભારત સતત પાકિસ્તાન સાથેના વિવાદોમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપને…
તાપી સોનગઢના દોણ ગામે આવેલા ગૌમુખ મંદિરે દર્શન માટે આવેલી ત્રણ મહિલાઓ પાણીમાં તણાઈ હતી. જેમાંથી સ્થાનિક લોકોએ બે મહિલાઓને બચાવી લીધી હતી. જ્યારે એક મહિલા પાણીમાં તણાઈ જતા મોત નિપજ્યું હતું. ચોમાસા દરમ્યાન ગૌમુખ મંદિર તેમજ આજુબાજુનો વિસ્તારો નાના-નાના ઝરણાઓથી ખીલી ઉઠે છે. તેમજ અંહી આવેલું ગૌમુખ મંદિર ખૂબજ પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી લોકો દર્શન માટે આવતા હોય છે. શુક્રવારે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા નદીના પાણીમાં નાહવા પડેલી ત્રણ મહિલાઓમાંથી એક મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ નવાપુર પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
૨૯ ઑગસ્ટ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે તાપી જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિનિયર સિટીઝન ક્લબ, સ.ગો. હાઈસ્કુલ વાલોડ તથા જિલ્લાના વિવિધ શાળાઓ-કોલેજોમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ તથા નગરપાલિકા વ્યારાના બાંધકામ સમિતિના ચેરમેન મૃણાલભાઈ જોષી જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી રમતક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કલેકટરના હસ્તે પ્રથમ ખો ખો વર્લ્ડ કપ પ્રિ-નેશનલ કેમ્પમાં પસંદ થયેલી તાપીની ખેલાડી કુ. પ્રિયા ચૌધરી સહિત જિલ્લાના વિવિધ રમતવીરોને સન્માન…
વ્યારાના જિલ્લા સેવા સદનમાં આવેલા ઓડિટોરિયમમાં આદિમજૂથની મહિલાઓ માટે સિકલસેલ રોગને નાથવા માટે એક જાગૃતિ અભિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જનજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાન, ગાંધીનગર અને એક્શનએડ કર્ણાટકા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમથી આયોજિત જનજાતીય ગૌરવ વર્ષ-ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત આદિમજૂથની મહિલાઓનું “સિકલસેલ જાગૃતિ–માર્ગદર્શન અને તપાસ, કુદરતી ખેતી અને POSH કાયદા અંગે જાગૃતિ” માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના સોનગઢ, ડોલવણ, અને વ્યારા તાલુકાની ૬૦૦થી વધું આદિમજૂથની બહેનો, યુવતીઓ અને ડૉક્ટરની ટીમ તેમજ તજજ્ઞો હાજર રહ્યા હતા. ગુજરાત જનજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાનના ડૉ. પ્રવીણ પટેલ, શિશુદીપ હોસ્પિટલ બારડોલીના ડો. જ્યોતિષ પટેલ, જિલ્લા મહિલા અને…
29 ઓગષ્ટ એટલે રાષ્ટ્રીય ખેલ દિવસ આ દિવસને સુપ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં ઉજવામાં આવે છે. ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ, ફિડ ઈન્ડિયાનો સંકલ્પ અને સમગ્ર ભારતમાં વિવિધ રમતો અને ફિટનેસ પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. વર્ષ 2025ની થીમ શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજને બનાવવા માટે રમતગમતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સાગબારામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય પ્રદીપ કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય રમત દિવસ વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ રમતવીર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી. સાથે જ તમામ વિદ્યાર્થીઓ દ્વારા ફીટ ઈન્ડિયાનો સંકલ્પ લેવામાં આવ્યો…
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 118 PSIની બદલી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરીને તમામને જાણકારી આપી દેવામાં આવી છે.