Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓને સાથે રાખીને ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે જઈ આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃતિ ફરી શરૂ કરાવવા માટે માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉચ્ચ અભ્યાસક્રમો માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃતિની યોજનામાં 25 ટકા રાજ્ય સરકાર અને 75 ટકા કેન્દ્ર સરકાર તરફથી શિષ્યવૃતિની વર્ષોથી ચાલતી આ યોજના ઓક્ટોબર-2024માં ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને બંધ કરી દેતા અંદાજે 60,000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી હતી.તે પછી આપ દ્વારા રજૂઆત કરાતા સરકારે આ યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી પરંતુ આજદિન સુધી તેનો અમલ થયો નથી. હવે આ યોજના શરૂ નહી થાય…
અયોધ્યામાં મંગળવારે એક ઐતિહાસિક ક્ષણ જીવંત થઈ. શ્રી રામ જન્મભૂમિ મંદિરની ટોચ પર ધર્મધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. અભિજીત મુહૂર્ત દરમિયાન વૈદિક મંત્રોના જાપ અને ધ્વજારોહણથી સમગ્ર રામનગરી ઉત્સવના વાતાવરણમાં ડૂબી હતી. દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે, અયોધ્યા શહેર ભારતની સાંસ્કૃતિક ચેતનામાં વધુ એક વળાંક જોઈ રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજવંદન ઉજવણીની આ ક્ષણ અનોખી અને અસાધારણ છે. આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી. તે ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણનો ધ્વજ છે. આ ધ્વજ સંઘર્ષ દ્વારા સર્જનની ગાથા છે, સદીઓ જૂના સપનાઓનું મૂર્ત સ્વરૂપ છે, સંતોના આધ્યાત્મિક અભ્યાસ…
બોલિવૂડના પીઢ અભિનેતા ગણાતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની વયે નિધન થયું છે.ધર્મેન્દ્ર બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. ધર્મેન્દ્ર છેલ્લાં લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. ધર્મેન્દ્રની યાદગાર રહી સફર ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી. 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન…
તાપી નિઝરના રૂમકીતળાવમાંથી બોગસ ડૉક્ટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. શખ્સ પાસેથી જપ્ત કરાયેલી વસ્તુની કિંમત 29,341 થાય છે. તાપી જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. કારણ કે તાપી જિલ્લામાંથી અનેક વાર બોગસ ડૉક્ટરો ઝડપાઈ આવતા હોય છે. આ બધાં વચ્ચે નિઝરના રૂમકીતળાવ ગામેથી વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. બાતમીના આધારે ઝડપાયો નકલી ડૉક્ટર:- એસ.ઓ.જી શાખાના માણસો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ હીરેન ચીમન તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશ બલીરામને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, રૂમકીતળાવ ગામે શિવજી…
ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓવિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,તાપી દ્રારા સંચાલિત “જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬”નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં (૧) અ વિભાગ- ૦૭ થી ૧૦ વર્ષ સુધીના (૨) બ વિભાગ- ૧૦ થી ૧૩ વર્ષ સુધીના અને (૩) ખુલ્લો વિભાગ – ૦૭ થી ૧૩ વર્ષ સુધીના એમ ૦૩(ત્રણ) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિ એ ગણવાની રહેશે. બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અ અને બ વિભાગમાં (૧) વક્તૃત્વ, (૨) નિબંધ લેખન, (૩) ચિત્રકલા, (૪) સર્જનાત્મક કારીગરી, (૫) લગ્નગીત, (૬) લોકવાદ્ય…
પંચમહાલના ગોધરામાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. અંહી રહેણાંક મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત થયા છે. આગના બનાવમાં એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત થતાં ચકચાર મચી ગયો છે. માતા-પિતા અને બે પુત્રના આગના બનાવમાં મોત થયા છે.પરિવારના બંને પુત્રમાંથી એક પુત્રની આજે સગાઈ હતી. ગોધરાની વૃંદાવન નગર-2 સોસાયટીમાં દુ:ખદ ઘટના બની હતી. સોફામાં લાગેલી આગના કારણે રૂમમાં ભરાયો હતો ધુમાડો.ગુંગળામણથી ચારેય લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનામાં જ્વેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા કમલ દોશીનો પરિવાર હોવાનું સામે આવ્યું.. જેમાં કમલ દોશી તેમના…
દર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય, ત્યારે આ ઉજવણી વધુ ‘ગૌરવપૂર્ણ’ બની જાય છે.દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું ‘પાવરહાઉસ’ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, જ્યારે કુલ માછલી ઉત્પાદનમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. આટલું જ નહીં, ગુજરાતની ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા), રિબન ફિશ, કટલ ફિશ અને સ્ક્વિડની માંગ ચીન, યુરોપ, અમેરિકા…
સુરત રેન્જ આઈજી દ્વારા નિઝર ડિવિઝનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. 22/03/2024થી નિઝર ડિવિઝન નવું ખોલવામાં આવ્યું હતું. જેનું પ્રથમ વાર્ષિક ઈન્સ્પેક્શન પ્રેમ વીર સિંહ સુરત વિભાગ દ્વારા તારીખ 19/11/2025ના રોજ કરવામાં આવ્યું હતું. આઈપીએસ પ્રેમ વીર સિંહ કુકરમુંડા ખાતે રાત્રી રોકાણ કરી ઈન્સ્પેક્શનનું કાણ પૂર્ણ કર્યું હતું. જે બાદ તાપી જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા ઈસમો અને હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણી નોટના કેસ, ટાડા,પોટા, મકોકા તેમજ યુ.એ.પી.એ જેવા કેસો તથા પેટ્રોલિયમ ધારાના કેસોમાં સંડોવાયેલા આરોપીઓ તથા ભૂતકાળમાં આચરેલા ગુનાઓનું રિવ્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાયબર…
સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કમલ 303(2) મુજબનો ગુનો રજીસ્ટર થયો હતો. જે કામને લઈ એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડના તમામ પોલીસના માણસોએ પોતાના ખાગની બાતમીદારો રોકેલા હતા. સાથે સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ તથાં પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, ઉપરોક્ત ગુનાનો આરોપી વ્યારા શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે હાજર છે. જેવી યોગ્ય બાતમી મળતા વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી અરબાઝ બસીર અને તેનો મિત્ર શેહબાઝ સઈદ શેખની અટકાયત કરી હતી. જે બાદ પૂછપરછ કરતા…
અમદાવાદની સાબરમતી જેલમાં ફરી એકવાર કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગુજરાત ATS દ્વારા થોડા સમય પહેલા ગાંધીનગરના અડાલજ વિસ્તારમાંથી ત્રણ કેદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આતંકીઓમાં ડૉ. અહેમદ સૈયદ, આઝાદ અને સોહિલ સાબરમતી જેલમાં અત્યારે કેદમાં છે. આ દરમ્યાન અન્ય કેદીઓએ આ ત્રણેય આતંકીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આતંકી અહેમદને મોઢા અને શરીર પર ઈજાઓ:- સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, આતંકી અહેમદને મોઢા અને શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ડૉક્ટરોએ આતંકીની સારવાર કર્યાં બાદ ફરી તેમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.…
